
શ્રીમદ્ ભાગવત એટલે પુરાણો નું તિલક, કાંકરોલી યુવરાજ પૂજ્ય. સિદ્ધાંત કુમાર મહોદય શ્રી.અધિક માસ પૂર્ણતા ના આરે ચાલી રહ્યો છે ,ત્યારે વૈષ્ણવ ના વ્રજ સુખધામ હવેલી ખાતે નંદુભાઈ સોની પરિવારના સૌજન્યથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ નું આયોજન હાથ કરવામાં આવેલ છે. વ્યાસપીઠ પર વિદ્વાન વક્તા નલીનભાઈ શાસ્ત્રી દાહોદ વાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે. જે અંતર્ગત જીવ પ્રત્યે હંમેશા દયા નો ભાવ રાખો ,યુવાનોના સાચા પ્રેરક રાહબર દિવ્ય ફાઉન્ડેશનના સંયોજક લાલન શ્રી સિદ્ધાંતકુમારજી મહોદય શ્રી દ્વારા શ્રીમદ્ ભાગવત નું પૂજન શાસ્ત્રોક્ત વિધિનુસાર કરીને કથાનો શુભારંભ કરાવ્યો હતો. અને જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત એટલે પ્રભુ શ્રીકૃષ્ણ ગોવર્ધનનું વાંગ્મય સ્વરૂપ. આમ શહેરના પૂર્વ વિસ્તારમાં સુખધામ હવેલીમાં વૈષ્ણવો ભક્તિમાં લીન.

