[the_ad id="758"]

Homeमनोरंजनહાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી, પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિનો...

હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી, પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિનો સંદેશ

અહેવાલ પરમાનંદ સોની હાલોલ દ્વારા

પંચમહાલ જિલ્લાના સ્થિત ખાતે ‘ખેતી બચાવો અભિયાન’ તથા આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ-૨૦૨૬ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિન અને પ્રાકૃતિક કૃષિ નિદર્શન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય કૃષિ મંત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી યુવાનોના માધ્યમથી ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરોથી મુક્ત અને કુદરત સાથે જોડાયેલી ખેતી અપનાવવા અપીલ કરતાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી સ્વાદ, સુખાકારી અને ખેડૂતોની આત્મનિર્ભરતાનો માર્ગ છે.આ પ્રસંગે જિલ્લા કક્ષાના “સ્વચ્છતા અભિયાન”નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તેમજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત યુનિવર્સિટીની નવી કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સંશોધન ફાર્મ અને નિદર્શન પ્લોટ્સની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રયોગોનું નિરીક્ષણ કર્યું હતું.કઝ

કાર્યક્રમ દરમિયાન “મારી માટીને ઝેર નથી આપવું” વિષયક પ્રકૃતિ વંદના રજૂ કરવામાં આવી હતી તેમજ અંતર્ગત લોગો અને ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પાંચ ખેડૂતો અને ડિબેટ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના કુલપતિ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા સ્તરના વિવિધ અધિકારીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular