
ગૌસેવા ગૌકાર્ય થી સમગ્ર વિશ્વ અખિલ વિશ્વ અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થશે.ડો.વાગીશ કુમાર મહારાજ શ્રી.કાંકરોલી ખાતે ગૌમૂત્રમાંથી બનેલ ગૌજીવન કેપ્સુલ લોન્ચ કરતા પૂજ્ય શ્રી ડો.વાગીશ કુમાર મહારાજ શ્રી.રાજસ્થાનના સુપ્રસિદ્ધ પ્રભુ શ્રીદ્વારકાધીશ કાંકરોલી મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી ડો.વાગીશ કુમાર મહારાજ ના કરકમલો દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વખત પ્રભુ શ્રીકૃષ્ણની પ્રિય કામધેનુ ગૌમાતા ના ગૌમૂત્રમાંથી બનેલ ગૌજીવન કેપ્સુલ લોન્ચ કરવામાં આવી

જેમાં ભારતભૂષણના સંસ્થા પર કાવ પ્રોજેક્ટ એસોસિએશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ અક્ષય મિતલ ટ્રાઇબલ પ્રમોટર ગૌજીવન ના કેશવભાઈ , ગોપાલભાઈ રાજપુત મંદિરના ટ્રસ્ટીઓ ડો જયેશ શાહ, મુકેશભાઈ મહેતા, રશેશભાઈ પટેલ, વિગેરેની ઉપસ્થિતિમાં પહેલું સુખ તે જાતે નર્યા આમ શરીરે સુખી એ સુખી,હેલ્થ ઇઝ વેલ્થ , આમ આદમી માટે વિવિધ રોગોના ઉપચાર માટે ગૌ માતાના ગૌમૂત્ર માંથી પાવડર દ્વારા બનાવેલ ગૌજીવન કેપ્સુલ નુ સૌપ્રથમ વિશ્વમાં લોકાર્પણ ડો.વાગીશ કુમાર મહારાજ શ્રી દ્વારા કરવામાં આવતા આમ જનતામાં ખુશીની લાગણી જોવા મળેલ છે. આમ ભારત સરકાર ઈચ્છે છે કે ભારત વર્ષ મસ્ત રહે, ખુશ રહે ,પણ હવે સ્વસ્થ પણ રહેશે. એમ પૂજ્ય શ્રી એ જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ માણસ બીમાર ન પડે એવી હું આશા રાખું છું પણ જ્યારે બીમારીનો ભોગ બને તો એને ગૌ મૂત્ર માથામાંથી બનાવેલ કેપ્સુલ એના જીવનને પ્રાણવાયુ બક્ષે એવા આશીર્વાદ પાઠવું છું.

