[the_ad id="758"]

Homeकारोबारસંખેડા નસવાડી સમાજ વડોદરા ના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી.

સંખેડા નસવાડી સમાજ વડોદરા ના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી.

વિસરાઈ રહેલા સમાજને એક મંચ ઉપર ભેગા કરવા માટે વડોદરા શહેરના સંખેડા દશાલાડ ભવન ખાતે સમાજના પ્રમુખ મહિપાલ દેસાઈના વડપણ હેઠળ સમાજના વયસ્ક વડીલોનું, જન્મોત્સવની ઉજવણી લગ્ન દિવસ ની ઉજવણી નો ત્રિવેણી સંગમ કાર્યક્રમ સંખેડા દશાલાડ ભવન વાઘોડિયા રોડ વડોદરા ખાતે યોજાયો. જેમાં બહેનો દ્વારા મંગલાચરણના ગાન થી કાર્યક્રમનો પ્રારંભ, સમાજના શ્રીજીના ધામમાં ગયેલા પરિવારજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, 75 વર્ષ પૂર્ણ કરતા વડીલોનું સન્માન અને 50 વર્ષ પૂર્ણ થયા હોય તેવા દંપતિઓનું સન્માન, જન્મોત્સવની ઉજવણી દાતાઓ અને અતિથિ વિશેષ શ્રીઓનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં પુષ્ટિ ભક્તિ ગીતો,ફિલ્મી ગીતો ભજન સંધ્યા,, નો મનોરંજન કાર્યક્રમ પણ યોજાયો અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી સમૂહમાં પ્રીતિ ભોજન કરી અને સમાજના પ્રમુખ મહિપાલ દેસાઈએ સંખેડા દશાલાડ નસવાડી સમાજના વિકાસ ઉત્કર્ષ ઉત્થાન વિકાસના ચિતારની રજૂઆત કરી હતી. સમાજના આગેવાનો .ડો ઘવલ શેઠ,હર્ષદભાઈ, પંકીલભાઈ દેસાઈ, ઉપરાંત સતીશ પ્રકાશ શાહ નીતિનભાઈ ચેચી,સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક યાદગાર સ્થાપના દિવસની ઉજવણી .જોવા મળી

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular