
કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં હાલ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. તે સમયે વિવિધ મતદાન બુથો ઉપર પહોંચીને મતદારો મતદાન કરી રહયાં છે. ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળિયા પણ કરજણના વિવિધ મતદાન કેન્દ્રો ઉપર મુલાકાત લઈ રહયાં છે અને મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી રહયાં છે અને કરજણ પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમત મેળવશે તેવો વિશ્વાસ પણ વ્યકત કરી રહયાં છે. આ સથે અન્ય રાજકીય પક્ષોનાં સ્થાનિક આગેવાનો પણ મતદારોને આવી જ અપીલ કરી તેમના પક્ષને વિજયી બનાવવા પ્રયત્ન કરી રહયાં છે પણ હાલ મતદારો પોતાનાં ટ્રેન્ડને જેણાવી રહયાં નથી જેથી આવનાર સમયમાં જ ખબર પડશે કે વિજેતા કઈ પાર્ટી અને કયાં નેતા બને છે.
વિડિયો જોવા માટે આપેલ લીંક ઉપર ક્લિક કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો

જિલ્લા ભાજપ પ્રમુખે મતદાન કેન્દ્રોની લીધી મુલાકાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલે( નિશાળિયા) અને જિલ્લા ભાજપ મહામંત્રી ડો.બી.જે. બ્રહ્મભટ્ટ સહિત ભાજપનાં આગેવાનો વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ મતદારોને ઝડપથી મતદાન કરવા માટે અપીલ કરી હતી અને વધુમાં વધુ મત મેળવી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
દિવ્યાંગ મતદારો દ્વારા પણ મતદાન માટે જણાયો ઉત્સાહ
ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવાં દિવ્યાંગ મતદારો પણ વ્હીલ ચેરમાં બેસીને પોતાનો મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર આવી પહોંચ્યાં હતાં અને પોતાનો કિંમતી આપી પોતાનાં મતાઅધિકારનો ઉપયોગ કરવામાં ઉત્સાહ દર્શાવી રહયાં છે. હાલ મતદા માટે વિવિધ મતદાન કેન્દ્રો ઉપર મતદારો પોતનો ઉત્સાહ દર્શાવી રહયાં છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન રહયું છે.

