[the_ad id="758"]

HomeUncategorizedડભોઇ કોમસૅ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા અને અભિમુક્તા કાયૅકમની ઉજવણી

ડભોઇ કોમસૅ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા અને અભિમુક્તા કાયૅકમની ઉજવણી

ડભોઇ નગરમાં વડોદરા જીલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ, ડભોઇ દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમા પવૅની ભારે શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી સાથે સાથે બિ. કોમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓ માટે અભિમુક્તા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા ૨૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ડૉ. કેયૂર કે. પારેખ દ્વારા વિધાર્થીઓને ‘ ગુરુ બ્રહ્મા…. ગુરુ વિષ્ણુ…. ગુરુ દેવો મહેશ્વર…. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ… તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ ‘ની ભાવનાઓને વ્યક્ત કરીને. આશીર્વચન આપી જીવનમાં ગુરૂનો મહિમા સમજાવ્યો હતો.

કોલેજના દરેક અધ્યાપકોએ વિધાર્થીઓને આશીર્વચન આપીને ગુરૂપૂર્ણિમા પવૅની ઉજવણી કરી હતી. કોલેજના એન.એસ.એસ. પોગ્રામ ઓફિસર ડૉ.ઇમરાન પઠાણ દ્રારા મંડળ, કોલેજ, શૈક્ષણિક તેમજ સાસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમની આભારવિધિ ડૉ.ઇમરાન પઠાણ દ્રારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વંદનાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કોલેજમાં દરેક મહોત્સવનું હર હંમેશ આયોજન કરવામાં આવતું હોય છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular