
મનુષ્ય માત્ર જ નહીં પરંતુ આ વિશ્વ ઉપર શ્વાસ લઈને જીવતા તમામ પ્રકારના જીવોના જીવનમાં ગુરુનું સ્થાન અને મહત્વ ખુબજ અદ્વિતીય છે એટલું જ નહીં પરંતુ ગુરુ બિન જ્ઞાન નહીં ગુણ સાગરની વાસ્તવિકતાને હંમેશા નજર સમક્ષ રાખીને સુખેથી જીવન જીવી શકાય છે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા-પિતા જન્મ આપે છે શિક્ષક શિક્ષણ આપે છે અને ગુરુ હંમેશા વિઘ્ન રહીત જીવન જીવવા માટેના આદર્શ સંસ્કારોનું સિંચન કરે છે જેના દ્વારા સર્વ જીવંત તત્વો પોત – પોતાની જિંદગી સુખ શાંતિથી જીવી શકે છે.

‘ ગુરુ બ્રહ્મા…. ગુરુ વિષ્ણુ…. ગુરુ દેવો મહેશ્વર…. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ… તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ ‘ની ભાવનાઓને વ્યક્ત કરીને ગુરૂ પૂજન કરી ગુરુની કૃપા પામવાનું મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા આ દિવસે ડભોઇના બદ્રીનારાયણ મંદિર, ચનવાડા ખાતે
પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધપીઠ ચનવાડા ધામ,
સ્વામિનારાયણ મંદિર, ટીંબી ફાટક પાસે આવેલ હનુમાનજી મંદિર ખાતે તેમજ વેગાના હનુમાન સંકુલમાં, ડભોઇ નાદોદીભાગોળ સ્થિત આવેલ શ્રી હરિહર આશ્રમ ખાતે તથા અન્ય આશ્રમમાં અને વિવિધ ધાર્મિક સ્થળો ઉપર ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનના શ્રદ્ધાપૂર્વક વિવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.



ભારતીય પ્રણાલીકા મુજબ ગુરુ તેમના શિષ્યોને અજ્ઞાનથી જ્ઞાન તરફ, અધર્મથી ધર્મ તરફ, અસત્ય થી સત્ય તરફ અને અંધકારથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવે છે જ્યારે શિક્ષક તેમના શિષ્ય સમુદાયને શિક્ષણ આપે છે જેના વડે આજીવિકાનો માર્ગ સરળ બને છે ગુરુદ્વારા સિંચાએલા સંસ્કારોથી શિષ્યોના જીવનનું હંમેશા કલ્યાણ થાય છે આ તમામ બાબતોને જોતા સૌના જીવનમાં ગુરૂનું સ્થાન સૌથી ઊંચું અને શ્રેષ્ઠ જ હોય છે.


ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલ બદ્રીનારાયણ મંદિરે
ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલ બદ્રીનારાયણ મંદિરનાં મહંત ૧૦૦૮ સુદર્શનાચાર્યજી મહારાજનું પૂજન આજરોજ સવારના શરૂ થયું હતું . જેમાં ભક્તજનો એ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક મંત્રોચ્ચાર વડે પૂજન કર્યું હતું ત્યારબાદ આરતી પણ ઉતારવામાં આવી હતી દૂરદૂરથી ભક્તો આ મંદિર ખાતે ગુરુ પૂજન કરવા માટે ઉમટી પડ્યા હતા. નીલકંઠેશ્વર સોસાયટીની બાજુમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ સવારથી હરિભક્તો સ્વામીનું પૂજન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ટીંબી ફાટક પાસે આવેલ હનુમાનજીના મંદિર ખાતે પણ ભક્તો સંતશ્રીનું પૂજન કરવા માટે ઉમટી પડ્યા હતા.

તાલુકામાં પણ ભારે શ્રધ્ધાભેર ઉજવણી
જ્યારે તાલુકાના ચનવાડા ગામે આવેલ દાદુરામ મહારાજના આશ્રમ ખાતે દાદુરામ બાપુ અને માન સરોવર બાપુના સાનિધ્યમાં ભક્તો પૂજન કરવા માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે
શ્રી વેંકટેશ બાલાજી મંદિર, ચક્રપાણી ચાંદોદ ઘાટ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તજનો ગુરુના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ છૂટી પડ્યા હતા.
જીવંત તત્વોમાં ગુરુનું સ્થાન ઉંચું અને શ્રેષ્ઠ
આમ આજનો શુભ અને પવિત્ર દિવસ ગુરુપૂર્ણિમા નો હોય ખાસ ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂજન ના આયોજનો વિવિધ જગ્યાઓ ઉપર આખા દિવસ દરમિયાન સંપન્ન થયા હતા. જીવંત તત્વોમાં ગુરુનું સ્થાન ઉંચું અને શ્રેષ્ઠ ગણાય છે ડભોઇ નગર અને તાલુકાના વિવિધ મંદિરો અને આશ્રમોમાં આજ રોજ ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

