
રાજ્ય સરકાર દ્વારા ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે આગામી તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’- તિરંગા યાત્રા જેવા વિવિધ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજરોજ સવારે ૭:૦૦ કલાકે “તિરંગા યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ (દર્ભાવતી નગર ) ના વિવિધ માગોઁ “ભારત માતા કી જય” ના નારા થી ગુંજી ઉઠ્યા હતા.


આ યાત્રા ની શરૂઆત ડભોઇ ટાવર ચોકથી શરૂ કરવામાં આવી હતી અને ડભોઇ નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી જે યાત્રાનું ડભોઇ તાલુકા સેવાસદન ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ડભોઇ દભૉવતીના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી અને જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિક પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંત પટેલ, ડૉ. બી.જે બ્રહ્મભટ્ટ, ડૉ.સંદિપભાઈ શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ, ડભોઇ નગરપાલિકા પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સભ્યો, નગર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અને હોદેદારો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, શાળાના બાળકો એન એનસીસીના સૈનિકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ યાત્રાને સફળ બનાવી હતી. સમગ્ર વાતાવરણ દેશભક્તિમાં ફેરવાઈ ગયું હતું.



