[the_ad id="758"]

Homeकारोबारવડોદરા એરપોર્ટ ઉપર વડાપ્રધાનનું ઉષ્માપૂર્ણ સ્વાગત

વડોદરા એરપોર્ટ ઉપર વડાપ્રધાનનું ઉષ્માપૂર્ણ સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયર પિન્કીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટર અનિલ ધામેલિયાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા.

Oplus_131072
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular