
છત્તીસગઢના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સમાજનાં ભગવાન ઝુલેલાલ તેમજ સિંધી સમાજ વિશે તાજેતરમાં કરવામાં આવેલ અભદ્ર ટીપણીઓ બાબતે સમગ્ર દેશ અને ગુજરાતભરમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે. ત્યારે આજે ગુરુ નાનક જયંતીના પવિત્ર દિવસે વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ પાસે આવેલ ઝુલેલાલ મંદિર પાસે નગરમાં વસતાં સિંધી સમાજનાં અગ્રણીઓ, કાર્યકરો, યુવાનો, મહિલાઓ સહિત સમગ્ર સિંધી સમાજ ભેગો થયો હતો અને ભારે આક્રોશ સાથે સમાજ દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી અને અમિત બધેલના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.
સંપૂર્ણ વિડિયો જોવા માટે ઉપર આપેલ લિંક ઉપર ક્લિક કરો ☝️☝️☝️☝️☝️☝️☝️
આવી અભદ્ર ટિપ્પણી કરનાર સામે સરકાર દ્વારા સખ્તમાં સખ્ત પગલા લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. ડભોઈ સિંધી સમાજ દ્વારા છત્તીસગઢના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સમાજનાં ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ તેમજ સિંધી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેનો વિરોધ દર્શવવામાં આવ્યો હતો.


જેમાં ડભોઈ સિંધી સમાજનાં પ્રમુખ સુભાષભાઈ ભોજવાણી, અગ્રણીઓ દિપકભાઈ જાદવણી, કાલીભાઈ દુલાણી, ઘનશ્યામભાઈ દુલાણી, લખ્ખુભાઈ મોરવાણી, ચેતનભાઈ સાધવાણી, અશોકભાઈ સાધવાણી, મહિલા અગ્રણી કાજલબેન દુલાણી, સંગીતાબેન ભોજવાણી સહિત સિંધી સમાજનાં લોકો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. આ અંગે પ્રમુખ સુભાષભાઈ ભોજવાણીએ જણાવ્યું હતું કે, છત્તીસગઢના નેતા અમિત બધેલએ સિંધી સમાજ અને ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. તે બદલ ડભોઈ સિંધી પંચાયતે ભેગાં મળીને આજરોજ વિરોધ સાથે આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને પૂતળાં દહન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સિંધી સમાજ જોડાયો હતો.આ ટિપ્પણીને લઈ સમાજમાં ખૂબ જ આક્રોશ અને વિરોધ છે. તેમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે એ અમારા સમાજની માંગણી છે.


