[the_ad id="758"]

Homeकारोबारડભોઈ શહેરમાં કલ્યાણ જ્વેલર્સ કસ્ટમર સર્વિસ સેન્ટરનું પ.પૂ.માનસરોવર દાસજીના હસ્તે ભવ્ય...

ડભોઈ શહેરમાં કલ્યાણ જ્વેલર્સ કસ્ટમર સર્વિસ સેન્ટરનું પ.પૂ.માનસરોવર દાસજીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન

આજરોજ ભારતનાં પ્રસિદ્ધ અને જવેલર્સના વ્યવસાયમાં નામાંકિત સંસ્થા કલ્યાણ જ્વેલર્સના કસ્ટમર સર્વિસ સેન્ટરની નવી ઓફિસનું ઉદ્ઘાટન યોજાયું હતું. આ કાર્યક્ર્મ ડભોઈ નગરનાં રાધે કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો. આ ઉદ્ઘાટન વિધિમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ સિદ્ધ પીઠ ચનવાડા ધામ (દાદુરામ આશ્રમ)ના પ.પૂ. લઘુ મહંતશ્રી માનસરોવરદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહયાં હતાં અને તેમના વરદ હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ.પૂ.બાપુશ્રીએ દીપ પ્રાગટ્ય કરીને ઓફિસનું શુભારંભ કરાવ્યો હતો અને સમગ્ર ટીમને આશીર્વાદ આપ્યાં હતાં.

સંપૂણૅ વિડિયો જોવા માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇

આ પ્રસંગે કલ્યાણ જવેલર્સના અશોક આચાર્ય – ઝોનલ મેનેજર, પ્રકાશ વસાવા – ટર્મિનલ મેનેજર, ક્રિશ પટેલ – માર્કેટિંગ એક્ઝિટિવ તેમજ સ્ટાફ ગણ, સ્થાનિક આગેવાનો, વેપારીઓ, નાગરિકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં. નવા કસ્ટમર સર્વિસ સેન્ટર શરૂ થતાં ડભોઈ તથા આસપાસના ગ્રાહકોને વધુ સુવિધાજનક અને ઝડપી સેવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“border”:1,”transform”:2},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular