ડભોઇ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ૧૧ એપ્રિલ ૨૦૨૬ સુધી કુલ ૩૬ બેઠકો માટે રાજકીય પક્ષો અને અપક્ષ મળી કુલ ૧૩૨ ઉમેદવારોએ પોતાના નામાંકન ફોર્મ ભર્યા છે. હવે આ તમામ નામાંકન ફોર્મની ચકાસણી ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ હાથ ધરાશે. ચકાસણી બાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. ત્યારબાદ ૧૫ એપ્રિલ ૨૦૨૬ ઉમેદવારો માટે નામાંકન ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. ચૂંટણી પ્રક્રિયાના આગામી તબક્કા માટે ઉમેદવારોમાં હલચલ વધી છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચારની તૈયારી પણ તેજ બની રહી છે