[the_ad id="758"]

Homeकारोबारડભોઇ ખાતે પૂ.શ્રી.ડો.વાગીશકુમાર મહારાજ શ્રી ના સાંનિધ્યમાં અલૌકિક મનોરથ દર્શન યોજાશે.

ડભોઇ ખાતે પૂ.શ્રી.ડો.વાગીશકુમાર મહારાજ શ્રી ના સાંનિધ્યમાં અલૌકિક મનોરથ દર્શન યોજાશે.

શ્રી ડભોઇ દશાલાડ ન્યાત સમસ્ત દ્વારા તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડો વાગીશ કુમારજી મહારાજ શ્રી, સાક્ષાત મૉ યમુનાજી સ્વરૂપ‌ અમ્માજી,અં.સૌ.વહુજી.લાલનશ્રીઓ પૂ.શ્રી.વેદાંત કુમારજી મહોદય શ્રી, પૂજ્ય સિદ્ધાંત કુમાર‌જી મહોદય શ્રી ની મંગલમય ઉપસ્થિતિમાં તારીખ- 10-05-26 રવિવારના રોજ 108 શ્રી યમુનાજી લોટીજી પૂજન અને શોભાયાત્રા અલૌકિક મનોરથ દર્શન સહિત વિવિધ પ્રભુ શ્રી નાઅલૌકિક દર્શન યોજાનાર છે .જે અંતર્ગત પ્રભુ શ્રી છોટે દ્વારકાધીશ મંદિર ઉમા સોસાયટીમાં પલ્લાના દર્શન સવારે 10-00 કલાકે, પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર ઝારોલા વાગા દર્શન નંદ મહોત્સવ સવારે 11-00 કલાકે, રાજભોગ કુનવારા ના દર્શન, 12-30 કલાકે, બપોરના 1-30 કલાકે બહેનો દ્વારા પાઠ,ધોળ ,કીર્તન ડભોઇની શ્રી ગો. ના. મોદી ન્યાત સમસ્ત વાડી ખાતે, બપોરના 4-00 કલાકે 108 શ્રી યમુનાજી‌ લોટીજી ની દિવ્ય ભવ્ય અલૌકિક શોભાયાત્રા પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર ઝારોલા વાડી થી નીકળીને ડભોઇના રાજમાર્ગો પર ફરીને વાડી મુકામે જશે, સાંજના 6-30 કલાકે વલ્લભ કુલભૂષણ વૈષ્ણવો ના સરકાર પૂ .શ્રી .ડો. વાગીશ કુમારજી મહારાજ શ્રી ના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે‌ સત્કાર સમારોહ, વચનામૃત, આશીર્વાદ વચન નો કાર્યક્રમ દશાલાડ વાડી ડભોઇ ખાતે યોજાનાર છે . ત્યારબાદ સમૂહમાં મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવેલ છે. તો સકલ વૈષ્ણવ સૃષ્ટિને દિવ્ય અલૌકિક લ્હાવો લેવા આયોજકો દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવેલ છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular