
પરમાનંદ સોની હાલોલ દ્વારા
છોટે કાંકરોલી ગણાતા હાલોલ ખાતે આજ વલ્લભ પધાર્યા અમારે આંગણે આજ આનંદની લ્હેર એમ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ડો વાગીશ કુમારજી મહારાજ શ્રી ના સાંનિધ્યમાં હાલોલ ખાતે સ્વર્ગ. વલ્લભદાસ કેશવલાલ સોની પરિવાર દ્વારા પૂજ્યશ્રીની મંગલમય ઉપસ્થિતિમાં બ્રહ્મસંબંધ દીક્ષા પ્રદાન, કુંનવારા નો મનોરથ રાજ દરબાર અલૌકિક દશૅન યોજાયા. વૈષ્ણવો ભાવવિભોર એટલું જ નહીં

પૂજ્ય શ્રી ના ષષ્ઠી પૂર્તિ મહા મહોત્સવ અંતર્ગત હાલોલ ની અનેક નામાંકિત સંસ્થાઓ વિવિધ સંગઠનો વિવિધ સમાજ દ્વારા સાલ ,સ્મૃતિચિન્હ, મોમેન્ટો દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો. પૂજ્ય શ્રી વચનામૃતમાં જણાવ્યું. આ અભિવાદન મારું નથી પણ મારી તૃતીય પીઠ અર્પણ કરી રહ્યો છું. આ પ્રસંગે હાલોલ અને તેની આસપાસ રહેતા વૈષ્ણવો ઉપસ્થિત રહીને ભક્તિમાં ઓતપ્રોત થઇ ધન્યતા અનુભવી હતી.

