[the_ad id="758"]

Homeकारोबारડભોઈના સુપ્રસિદ્ધ બદ્વીનારાયણ મંદિર ખાતે રે હોળી રસિયા ફુલ ફાગ મનોરથ યોજાયો...

ડભોઈના સુપ્રસિદ્ધ બદ્વીનારાયણ મંદિર ખાતે રે હોળી રસિયા ફુલ ફાગ મનોરથ યોજાયો – મહિલાઓ બની ભક્તિમાં ઓતપ્રોત

ડભોઈ ખાતે આવેલ ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ બદ્વીનારાયણ મંદિર ખાતે પૂજ્ય શ્રી 1008 સુદર્શનાચાર્યજી મહારાજશ્રીના સાંનિધ્યમાં કુંજન મેં હોલી લાલા, કુંજન મે હોલી, એમ ફાગોત્સવ રે હોળી રસિયાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માંજરોલથી આવેલા મહિલા મંડળ દ્વારા વ્રજના વિવિધ રસિયાઓના ગીતોનું સંગીતના સથવારે ગાન કરીને વ્રજના નૃત્યાંગનો કરીને પ્રભુ શ્રીકૃષ્ણને, રાધાને, ગોપીઓ અને વ્રજભક્તોની 40 દિવસની લીલાઓને યાદ કરીને હતી અને પૂજ્યશ્રીએ ફૂલોની અમી વર્ષા દ્વારા ફુલ ફાગ મનોરથ દર્શનાર્થીઓને અલૌકિક લ્હાવો ફૂલો ફૂલ ફાગ મનોરથ દ્વારા બદ્રીનાથ મંદિર સાચે જ વ્રજભૂમિમાં ફેરવાયું હતું.

આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી કિશોરભાઈ વસાઈવાળા અને એમની સમગ્ર ટીમ દ્રારા સુંદર આયોજન કરીને કાર્યક્રમની ભારે સફળતા મેળવી હતી અને આવનાર દિવસોમાં હનુમાન જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી માટેની તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી હોવાનું કિશોરભાઈએ જણાવ્યું છે.

Oplus_0
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular