[the_ad id="758"]

Homeकारोबारવડોદરાની એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વડોદરાની એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

(મુખ્યમંત્રીશ્રીએ એલએન્ડટી દ્વારા ઓફશોર અને ઓનશોર થતી વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી)

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા સ્થિત એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લઇ તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ કોર્પોરેટ બ્લોકની માહિતી લીધા બાદ એલએન્ડટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ ટૂંકુ બિફ્રિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ બેઠક દરમિયાન એલએન્ડટી દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબલિટી હેઠળ શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ હેઠળ કરવામાં આવતા વિવિધ કાર્યોની રૂપરેખા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

{

તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરેલા લોકલ ટુ ગ્લોબલના સંકલ્પ અનુસાર આ કંપની દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા કામોનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીએ એલએન્ડટી નોલેજ સિટીના વિવિધ બ્લોકની મુલાકાત લઇ ત્યાં ચાલી રહેલા કાર્યોની જાણકારી મેળવી હતી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, એલએન્ડટીના વ્હોલ ટાઇમ ડાયરેક્ટર અનિલ વી. પરબ, જનરેલ મેનેજર ધીરેન પટેલ, સતિષ પાલેકર, ટી. કે. રામચંદ્રન, અજય જૈન, દિવ્યા ભટ્ટ, નેહલ શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Oplus_0
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular