તારીખ: 0૨ મે, ૨૦૨૫
સમય : સાંજે ૪ કલાક થી ૦૬:૩૦ કલાકે
સ્થળ: શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલી બાગ


શ્રીમદ્ જગદગુરુ રામાનુજાચાર્યજી મહારાજનાં ૧૦૦૮ માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે શ્રીમદ્ જગદગુરુ રામાનુજાચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ સ્વામીશ્રી વેંકટેશાચાર્યજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં વેંકટેશ બાલાજી મંદિર જયુબિલી બાગ, વડોદરા ખાતે તારીખ ૦૨/૦૫/૨૦૨૫ ના રોજ સાંજે ૪::૦૦ કલાક થી ૬:૩૦૦ દરમ્યાન ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે શ્રી રામાનુજ સ્વામીજીનો મહા અભિષેક તેમજ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, ખારેક જેવા સુખાદ પદાર્થો અને ગુલાબ, મોગરો, જુઈ, ગલગોટા જેવાં પુષ્પો વડે તેમજ રૂપિયા પૈસા, કેરી, ચીકુ, સંતરા જેવા ફળો વડે સહસ્ત્ર નામ અર્ચના કરવામાં આવશે.


આમ ઐતિહાસિક અને ધાર્મિક માહોલમાં ભક્તિભાવથી મહોત્સવ ઉજવવામાં આવશે, ત્યારબાદ મંદિર પરિસરમાં શ્રી રામાનુજ સ્વામીજીની પાવન પાલખી યાત્રા પણનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભાવિક ભક્તોએ આ મહોત્સવ નિમિત્તે દર્શન કરી ધન્યતા અનુભવશે. ભકતજનો આ ભવ્ય કાર્યક્રમ અંગે વધુ માહિતી મેળવવા ઈચ્છે તો તેઓ ભાવિક સોની મો.૯૭૨૭૭૭૨૫૫૭ ઉપર અથવા મંદિર કાર્યાલયનો સંપર્ક કરી શકે છે.

