[the_ad id="758"]

Homeकारोबारડભોઈ નગરમાં શિક્ષણ ક્ષેત્ર અગ્રેસર અને નામાંકિત વિશ્વભારતી વિદ્યાલયનું ધોરણ ૧૦ નું...

ડભોઈ નગરમાં શિક્ષણ ક્ષેત્ર અગ્રેસર અને નામાંકિત વિશ્વભારતી વિદ્યાલયનું ધોરણ ૧૦ નું ૮૨.૭૬ ટકા પરિણામ

આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલ ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૫ ની જાહેર પરીક્ષાનાં ધોરણ ૧૦ ના પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં રાજ્યનું પરિણામ ૮૩.૦૮ ટકા અને વડોદરા જિલ્લાનું પરિણામ ૭૬.૬૫ ટકા જેટલું આવ્યું હતું. આ પરિણામોમાં ડભોઈ કેન્દ્રનું પરિણામ ૫૯.૫૩ % જેટલું હતું. જયારે ડભોઈ નગરની શિક્ષણ ક્ષેત્રે નામાંકિત અને અગ્રેસર તેવી વિશ્વભારતી વિદ્યાલયનું પરિણામ ૮૨.૭૬ ટકા જેટલું આવ્યું હતું.

શાળામાં અભ્યાસ કરતાં જેહાન એમ અન્સાર ૯૫.૯૩ પી.આર. સાથે શાળામાં પ્રથમ ક્રમાંકે, અમાન એસ લાકડાવાલા ૯૩.૨૪ પી.આર. સાથે શાળામાં બીજા ક્રમાંકે અને આકાંક્ષા એમ પરમાર ૯૦.૬૭ પી.આર. સાથે શાળામાં ત્રીજા ક્રમાંકે રહેવા પામેલ છે.

Oplus_0

આમ, શાળાનું પરિણામ ખૂબ સરસ આવતાં શાળાનાં ટ્રસ્ટીઓ મહેશભાઈ શાહ તથા અર્પિતભાઈ શાહ તેમજ શાળાનાં આચાર્ય અને સ્ટાફ દ્વારા આ પ્રથમ ત્રણ ક્રમાંક ધરાવતા વિદ્યાર્થીઓને અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિધાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેઓ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular