

આજરોજ ગુજરાત રાજયના યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિન નિમિત્તે વડોદરા જિલ્લાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની ઉપસ્થિતિમાં શ્રી હરસિદ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે જન્મદિન ઉજવવાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જે અન્વયે સંસ્થા ખાતે જિલ્લા બાળ કલ્યાણ સમિતિનાં અધ્યક્ષ મેહુલભાઈ લાખાણી, સંસ્થાના પ્રમુખ અશોકભાઈ જોષી તથા સંસ્થાનાં અધિક્ષક હેતાશ્રી બ્રહ્મભટ્ટ તથા સમગ્ર સ્ટાફની હાજરીમાં સંસ્થામાં આશ્રિત બાળકીઓ દ્વારા કેક કાપવામાં આવેલ તથા જન્મદિનની શુભેચ્છા પાઠવી મુખ્યમંત્રીના દીર્ઘ આયુષ્ય અને ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં સંસ્થામાં આશ્રિત બાળકી દ્વારા પ્રધાનમંત્રીશ્રી માટે મંડાલા આર્ટનું એક સુંદર પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવેલ.

વધુમાં ધારાસભ્ય દ્વારા સંસ્થામાં બાળકો માટે હીચકા, લપસણી તથા અન્ય રમતગમતનાં સાધનો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા પીવાના પાણી માટેનાં ફિલ્ટર દાનમાં આપવાની ઘોષણા કરવામાં આવી હતી. તેઓ દ્વારા બાળકીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈને બાળકીઓને પ્રોત્સાહન આપેલ અને સંસ્થાની મુલાકાત લીધેલ.

