[the_ad id="758"]

Homeधर्म - भगतिહજરત રૌશન શહિદ અને ગૈબનશહિદનો ઉર્ષ ૩૦ અને ૩૧ ડિસેમ્બરે યોજાશે

હજરત રૌશન શહિદ અને ગૈબનશહિદનો ઉર્ષ ૩૦ અને ૩૧ ડિસેમ્બરે યોજાશે

ડભોઈ વડોદરા હાઈવે ઉપર જામ્બા નદીના તટે કોમી એકતાનુ પ્રતિક મનાતા રૌશન શહિદ અને ગૈબનશહિદ નો ઉર્ષ ડિસેમ્બર માસની ૩૦ અને ૩૧ ના રોજ ઉજવવામાં આવશે કોમી એકતાના પ્રતિક મનાતા રૌશન શહિદ અને ગૈબનશહિદના મજાર ઉપર ચાહનારા પોતાની ઈચ્છાઓ- માનતા લઈને હાજર થાય છે અને લોકો ની માનતાઓ પુરી થાય છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બર માસ ની ૩૦ અને ૩૧ના રોજ ઉર્ષ ઉજવવામાં આવશે એમ દરગાહના ખાદીમ ઈકબાલ શેખ ( જોની ) એ જણાવ્યું છે.

આ ઉર્ષ માં હિંદુ- મુસ્લિમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. સંદલ ૩૦ ડિસેમ્બરના રોજ અસરની નમાઝ પછી કિશાન નગર થી સૈયદ જુનેદ બાપુને ત્યાંથી નિકળી દરગાહ ખાતે આવશે અને દરગાહ ખાતે ચાદર ચઢાવવાની વિધિ કરવામાં આવશે. આ ઉર્ષ પ્રસંગે કેલનપુરના સરપંચ છત્રસિંહ બાપુ , ડે.સરપંચ સંજયસિંહ દરબાર , વડોદરા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ જયોત્સના બેન વાધેલા , સૈયદ જુનેદ અલી બાપુ અને સૈયદ સોહેલ બાપુ અને આર.જી. કંપનીના યુવાનો ઉભા પગે સેવા આપી ઉર્ષ ને સફળ બનાવવા મહેનત કરે છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular