

ડભોઇ ખાતે સ્થિત શ્રીમતી એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજમાં કેન્દ્રીય બજેટ 2026 યુવા સંવાદ વિષયક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મુખ્ય વક્તા તરીકે વડોદરાના સી.એ. અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા નિરંજનભાઈ વૈદ્ય , ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના HOD ડૉ. શૈલેષભાઈ રાનસરિયા હાજર રહ્યા હતા. યુનિવર્સિટી પ્રતિનિધિ તરીકે એચ.એમ. કોરાટ અને વડોદરાના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા.

સમાચારના સંપૂર્ણ વિડિયો નિહાળવા નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇
કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ પંડિત દિનદયાલ ઉપાધ્યાની 58 ની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા ને ફૂલ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વંદે માતરમ સાથે થઈ હતી. ડૉ. ડી.આર. ઠાકોર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને કોલેજના આચાર્ય ડૉ. કેયુર કે. પારેખે પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. ધારાસભ્ય મહેતાએ યુનિયન બજેટ 2026 અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મુખ્ય વક્તા નિરંજન ભાઈ વૈધ એ બજેટના શિક્ષણ, વેપાર, રોજગાર અને અર્થતંત્ર ઉપર પડતા પ્રભાવ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

સાથે સાથે નિરંજનભાઇ વૈદ્યે આવનાર પેઢીને પોતાના જીવનમાં બજેટ બનાવીને જિંદગી જીવવી એ ખૂબ જ યોગ્ય ગણાવી શકાય તેમજ આપના દિવસને 1981 માં દેશના નાના મંત્રી પી. ચિદમ્બરમે દેશને ડૂબતો અટકાવ્યો હતો તેવું આ વર્ષનું બજેટ પ્રવર્તમાન સરકારશ્રીએ રજૂ કર્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યુત પંડ્યાએ કર્યું હતું. ડૉ. ડી.આર. ઠાકોર નોડલ ઓફિસર રહ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો તેમજ વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતું.





