[the_ad id="758"]

Homeकारोबारજિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીની સંબંધિત અધિકારીઓને તાકીદ

આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નો અંગે વિસ્તુત ચર્ચાઓ કરી તેનું નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજમાર્ગો માટે સંપાદનની પ્રક્રીયા, સરકારી જમીનો ઉપર થયેલા દબાણો હટાવવા, આરોગ્ય અને વીજળી, પાણી, આવાસો સહિતના વિષયો અંગે ધારાસભ્ય અક્ષયભાઇ પટેલ તથા ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સંબંધિત વિભાગના અધિકારીને સૂચના આપી હતી.

સંકલનની બેઠકમાં વિવિધ સરકારી કચેરીઓમાં પડતર તૂમાર, પેન્શન, સરકારી બાકી લેણા સહિતની બાબતો ચર્ચવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ‌ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular