
ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું અને શ્રી સરધારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – બોટાદ ખાતે,પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારવાળાની પ્રેરણાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો…અને બહોળી સંખ્યામાં ભક્તોએ જે અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો..
અને દરરોજ હજારો શ્રધ્ધાળુઓ બોટાદધામમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળની તેમજ પ્રદક્ષિણાની માનતા માની જીવનને ધન્ય કરવા આવી રહ્યા છે…તમે પણ આ ચરણારવિંદના દર્શન કરવા જરૂર પધારજો…

અને તારીખ 3 માર્ચ ૨૦૨૬, મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, રાજપુત ચોરા,બોટાદ ખાતે ધૂળેટી મહાપર્વ પર રંગોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. પૂજ્ય ગુરુજીએ તમામ ભાવિક ભક્તોને આ ઘરસભા અને રંગોત્સવમાં પધારવા આહવાન કરેલ છે….
અહેવાલ કનુભાઈ ખાચર

