
વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ચાલી રહેલા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત પોલીસે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ગુન્હામાં સજા વોરંટ ધરાવતા નાસતા આરોપી સુનીલકુમાર રમેશભાઇ પટેલને પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે.

આ અભિયાન અંતર્ગત ચોરી, લૂંટ, અપહરણ, છેતરપિંડી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ વડોદરા કોર્ટ તેમજ બોડેલી કોર્ટ દ્વારા સજા વોરંટ બહાર પાડવામાં આવ્યા હતા. આરોપી લાંબા સમયથી ફરાર હતો. પેરોલ-ફર્લો સ્કવોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. જતના માર્ગદર્શન હેઠળ ટીમે વિશ્વસનીય બાતમીના આધારે ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ નજીક વોચ ગોઠવી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપી:સુનીલકુમાર રમેશભાઇ પટેલ, રહેવાસી વડોદરા (હાલ ડભોઈ તાલુકા)આ સફળ કામગીરીમાં પેરોલ-ફર્લો સ્કવોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.જાણવા મળતી માહિતી મુજબ પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

