
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બળતણ બચત અને ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ કરી. ગુરુવારે તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’થી મુંબઈના વિધાન ભવન સુધી મોટરસાઇકલ ઉપર સવારી કરીને પહોંચ્યા. આ દરમિયાન ભાજપના નેતા અને મંત્રી આશિષ સેહેલર પણ તેમની સાથે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિધાન પરિષદના નવા ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા ઉપર તસવીરો શેર કરીને લખ્યું કે, “માનનીય પ્રધાનમંત્રીની અપીલ ઉપર રાષ્ટ્ર માટે કરકસરના પગલાં તરીકે આ મારું નાનું યોગદાન છે.” સાથે જ તેમણે લોકોને પણ જીવનશૈલીમાં ફેરફાર કરીને ઊર્જા બચત માટે આગળ આવવાની અપીલ કરી.

