
જ્યશ્રીના સાંનિધ્યમાં રે હોળી રેરસિયાનો રંગારંગ કાર્યક્રમ મુખ્ય મનોરથી રેડિયોલોજિસ્ટ ડો.ધરતી પિયુષ પરીખ, ડો.યશ્વી મિતેશ શાહ, ડો.ધ્રુવી જય શાહ, સુધાબેન એમ. શાહ નિવૃત્ત આચાર્ય, નયનાબેન સતીશકુમાર શાહ પાવીજેતપુરવાળા, આ મહિલાઓના સહયોગથી રસ નિધિ કલાવૃંદના મોહિનીબેન શાહ કીર્તનકાર વૃંદના સંગીતના સથવારે ડભોઇ દશાલાડ વાડી ડભોઇ ખાતે યોજાયો હતો.


કાંકરોલી યુવરાજ પૂજ્યશ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીનું સમાજના આગેવાનો અને મનોરથીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત સન્માન કરાયું અને પૂજ્યશ્રીના કરકમલો દ્વારા સહયોગી મહિલા મનોરથી બહેનોને સ્મૃતિચિન્હ મોમેન્ટ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું .મેરો ખોઈ ગયો બાજુબંધ ઓ રશિયા રે, હોલી ખેલી ન જાય હોલી, ખેલી ન જાય, આજ વ્રજ કી વ્રજ મેં હોલી રે રસિયા જેવા સુંદર વ્રજના રસિયા ગીતો દ્વારા મહિલાઓ વ્રજના નૃત્યાંગના કરીને નાચી ઝૂમી ઉઠ્યાં હતાં. એટલું જ નહીં પૂજ્યશ્રી સિદ્ધાંતકુમારજીના કર કમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા, તેરે લાલાને રંગ ડાલા એમ ફૂલોની વર્ષા વૈષ્ણવો પર વરસાવી, અને વૈષ્ણવો દ્વારા પણ પૂજ્યશ્રીને ફૂલો દ્વારા ફુલ ફાગ મનોરથનો અલૌકિક લ્હાવો લીધો હતો. સાચે જ ડભોઈ ખાતે વૃંદાવન, નંદગામ બરસાના પ્રભુ શ્રીકૃષ્ણની વ્રજ ભક્તો અને રાધા સાથે વિતાવેલી યાદોને ક્ષણો છતિ થઈ અને વ્રજભૂમિનો માહોલ સર્જાયો.

પ્રમુખ રાજુભાઈ બોરતલાવાળા, હર્ષદભાઈ કવાંટવાલા, કિશોરભાઈ વસઈવાળા અને તેમની સમગ્ર ટીમ દ્વારા યાદગાર સુંદર આયોજન અને પ્રમુખ રાજુભાઈ બોરતલાવવાળા કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ તમામ મુખ્ય મનોરથી બહેનોનો પરિચય આપીને મુક્ત કંઠે પ્રશંસા કરી. પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર મહોદયશ્રી વચનામૃત દ્વારા પ્રભુ શ્રીકૃષ્ણ પામવા રસ, પ્રેમ, વિરહ વ્રજ ભક્તો સાથે પ્રભુએ ચાલીસ દિવસ કરેલી લીલાઓની વિશેષ સમજૂતી આપી હતી. ડભોઇ વૈષ્ણવ સમાજનાં તમામને શુભમ્ ભવતુ કલ્યાણસ્તુ હતું એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા. આભાર વિધિ વિકાસ શાહે કરી હતી.


