[the_ad id="758"]

HomeUncategorizedઅધિકારીઓ કામમાં વ્યસ્ત - પ્રજાની વેદનાને સાંભળે કોણ ??? જાગૃત નાગરિકે કરેલી...

અધિકારીઓ કામમાં વ્યસ્ત – પ્રજાની વેદનાને સાંભળે કોણ ??? જાગૃત નાગરિકે કરેલી રજૂઆતની અધિકારીઓને આવી યાદ

પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે એકાએક ધરાશાય થતાં આપણા તો ફ્રી નો માહોલ સર્જાયો હતો. જેમાં જાણવા મળતી માહિતી મુજબ કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા જેને પરિણામે નવ જેટલા લોકોના મોત ભેટ્યા હતા અને બાકિના લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ એક ટ્રક બ્રિજ ઉપર લટકતી જોવા મળી હતી. સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો પણ તાત્કાલિકોપણે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી આરંભી હતી.

જાણવા મળતી માહિતી મુજબ આ બ્રિજ મુદ્દે અગાઉથી જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઑગસ્ટ 2022ના રોજ જિલ્લા કલેક્ટર અને આર એન્ડ બી વિભાગને પત્ર લખી બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે લેખિતમાં ધ્યાન દોર્યું હતું. પરંતુ આ વહીવટી તંત્ર ગોર નિંદ્રામાં હોય તેમ આ અરજીને ધ્યાને લીધી અને તેની ચકાસણી કરી ન હતી.

તેઓએ પત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે બ્રિજના કાંગરા ખરી ગયા છે જેની હાલત જર્જરીત બની છે. અને તે વાઇબ્રેટ પણ થાય છે. હર્ષદસિંહ પરમારની રજૂઆત છતાં બ્રિજને જોખમી જાહેર કરીને બંધ કરવામાં આવ્યો ન હતો. જાણવા મળતી માહિતી મુજબ આ બ્રિજને લઈને કોઈ ઇન્કવાયરી કે ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હોવાથી આજે સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

શું તંત્ર મોરબી જેવી ઘટના ની રાહ જોઈ રહ્યું હતું !??

હર્ષદસિંહ પરમારે પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી તંત્રની રહેશે. ત્યારે આજે જ આ ઘટના બની છે તે માનવ સર્જિત દુર્ઘટના ગણાય, કારણ કે તંત્ર પાસે પૂરતા પુરાવા હોવા છતાં પણ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. તો શું આ વહીવટી તંત્ર મોરબીના બ્રિજ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું હતું. તાજેતરમાં વડોદરા જિલ્લામાં અનેક જગ્યા ઉપર જજૅરીત હાલતમાં બ્રિજ જોવા મળી રહ્યા છે તો વહીવટી તંત્રને લોકોની અપીલ છે કે આવા જજૅરીત બનેલ બ્રીજની મરામત કરી આવનાર સમયમાં બીજી કોઈ આવી મોટી હોનારત ન સર્જાય તેવી તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રએ તાત્કાલિક પણે આવા બ્રીજની મુલાકાત કરી યોગ્ય તે પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

ઇજાગ્રસ્ત થયેલા ઈસમોની યાદી

વૈકલ્પિક રૂટની માહિતી નીચે મુજબ રહેશે..

વડોદરા થી તારાપુર જતા વાહનોએ સીધા વડોદરા (ફાજલપુર) થઈને વાસદ તરફ જવું.

વડોદરા થી બોરસદ તાલુકાના ગામડાઓ તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ સિંધરોટ થઇને ઉમેટા નીકળવું. મોટા/ભારે વાહનોએ ફાજલપુર થઈને વાસદ નીકળવું.

પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ સિંધરોટ થઈને ઉમેટા તરફ અને મોટા/ભારે વાહનોને ફાજલપુર થી વાસદ થઈને નીકળવું.

Oplus_131072
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular