
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો આશરે 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે ધરાશાયી થયો હતો જેને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી.જાણવા મળતી માહિતી મુજબ બ્રિજ તૂટી પડ્તા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા.આ ઘટનામાં 2 થી 3 વ્યક્તિના મોત થયાના સમાચાર છે

જોકે ઘટનાને પગલે રાજકીય અગ્રણી સાથે સાથે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા પણ સ્થળ ઉપર પોહોચી બચવા કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધવામાં આવી હતી ગામના લોકોના સહયોગથી નદીને વચ્ચોવચ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારસુધી 8 લોકોને બચાવી સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા હાલમાં પણ બચાવ કામગીરી ચાલી રહી છે.

