[the_ad id="758"]

HomeUncategorizedશિક્ષણ ક્ષેત્ર આગવી પહેલ - આઈ ટી એમ વોકેશનલ યુનિવર્સિટીએ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટ્રીગ્રેટેડ...

શિક્ષણ ક્ષેત્ર આગવી પહેલ – આઈ ટી એમ વોકેશનલ યુનિવર્સિટીએ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટ્રીગ્રેટેડ અભ્યાસક્રમની કરી શરૂઆત

તાજેતરમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું જતું હોય છે. તેવામાં કેટલીક વખત વિદ્યાર્થી અને શાળા – કોલેજનાં સંચાલકોના સંકલનથી શિક્ષણ ક્ષેત્રે આગવું અને અનોખું કાર્ય સફળ થતું હોય છે. તેવી જ એક સંસ્થાની 1991માં મુંબઈ ( મહારાષ્ટ્ર) થી શરૂ કરેલ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી, જે 2014માં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનાં રાવલ ગામે આ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ શરૂ કરવામાં આવી હતી અને આ યુનિવર્સિટીનાં સંસ્થાપકોએ ખૂબ જ મહેનત કરીને વિધાર્થીઓને ઉચ્ચ સ્તરે પહોંચાડવા સુધીનાં પ્રયત્નો આ કોલેજે અને યુનિવર્સિટીએ કરેલાં છે. શિક્ષણમાં સુધારો લાવવા માટે itm વોકેશનલ યુનિવર્સિટીના વાઇસ કાઉન્સિલર ડો. અનિલ બીસેન અને આઇટીએમ ગ્રુપના ડાયરેક્ટર ધરમવીર ધીરની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં આઇટીએમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનના ગ્રુપ ડારેક્ટર ધરમવીર ધીરે જણાવ્યું હતું કે, અમારો ધ્યેય વિદ્યાર્થીઓ માટે વિશ્વસ્તરીય રીતે શિક્ષણમાં સુધારો કરવાનો છે.


આ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને ઉચ્ચ સિધ્ધ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીઝમાં આજે પણ સફળતાપૂર્વક નોકરી કરી રહ્યા છે. આ યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ બેઝ અભ્યાસ એટલે કે 40% થીયરી અને 60% પ્રેક્ટીકલ મેળવીને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવતાં હોય છે જેમ કે વોકેશનનો અર્થ એ થાય કે ” યોગ્ય- પ્રશિક્ષિત” થતો હોય છે એટલે કે એ પ્રમાણે જ વિદ્યાર્થીઓ આમાંથી ઉત્તીર્ણ થતાં હોય છે અને 100% પ્લેસમેન્ટ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અલગ અલગ પદ્ધતિથી તેઓને શિક્ષણ પૂરું પાડવામાં આવતું હોય છે. તાજેતરમાં જ બેંગ્લોરની અંદર આ જ યુનિવર્સિટીનાં એક વિદ્યાર્થીને બમણું પેકેજ મેળવી નોકરી પ્રાપ્ત કરી છે. આ યુનિવર્સિટી નોકરી કરતાં કર્મચારીને પણ શિક્ષણ પૂરું પાડવાની તક આપી રહી છે.

જે કર્મચારીઓને પૈસા અને કુટુંબની સમસ્યાને કારણે મજબૂરીમાં પોતાનું શિક્ષણ પૂરું નથી કરી શક્યાં એ નોકરીની સાથે સાથે પોતાનું શિક્ષણ પૂરું કરી શકે છે એ માટે દરેક કોર્ષમાં વિકલ્પ પણ આપી રહ્યાં છે. જેથી તેઓ જીવનમાં સારી નોકરી અને હોદ્દો પ્રાપ્ત થઈ શકે અને ઊંચું પગાર ધોરણ મેળવવાની એક તક આ યુનિવર્સિટી આપી રહી છે.
વાઘોડિયા તાલુકાનાં રવાલ ગામમાં સ્થિત આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી એક એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓને કંપની આધારિત કૌશલ્ય અને ઔદ્યોગિકની માગ અનુસાર વિધાર્થીઓને તૈયાર કરી રહી છે.

હાલ આ આઇટીએમ લોકેશનલ યુનિવર્સિટીમાં ઘણા અભ્યાસક્રમો ચાલી રહયાં છે. જે વિદ્યાર્થીઓને એક પ્રતિનિધિ કૌશલ્ય આધારિત શિક્ષણ પૂરું પાડે છે. જે તેમને તેમની પાસે રહેલી કુશળતા વિકસાવવામાં મદદ કરે છે અને તેમના સપનાઓને ઊંચાઈ સુધી લઈ જવામાં મદદ કરી રહી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular