[the_ad id="758"]

HomeUncategorizedશ્રી વેંકટેશ બાલાજી મંદિર જયુબિલી બાગ વડોદરા ખાતે ૧૭/૦૫/૨૫ના રોજ આમ્રોત્સવની ઉજવણી

શ્રી વેંકટેશ બાલાજી મંદિર જયુબિલી બાગ વડોદરા ખાતે ૧૭/૦૫/૨૫ના રોજ આમ્રોત્સવની ઉજવણી

શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જયુબિલી બાગ ખાતે દિવ્ય અને ભક્તિમય માહોલમાં ભવ્ય આમ્રોત્સવનું આયોજાન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે શ્રીમદ જગદગુરૂ રામાનુજાચાર્ય શ્રીવત્સપીઠાધિશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વેંકટેશાચાર્યજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં ઉત્સવ ભવ્ય રીતે સંપન્ન થશે.

ભગવાનને વિવિધ ભોગ

આમ્રોત્સવ દરમિયાન શ્રી બાલાજી ભગવાનને વિવિધ પ્રકારની રસાળ અને શ્રેષ્ઠ કેરીઓનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવશે. આ ભોગ થકી ભગવાનને પ્રસન્ન કરવામાં આવશે તથા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આમ્રોત્સની ઉજવણી

તારીખ 17 મે, 2025, શનિવારના રોજ સાંજના 5:00 થી 7:00 કલાકે મંદિર પરિસરમાં યોજાશે. સૌ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે કે તેઓ સહપરિવાર સાથે ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને આ દિવ્ય ભોગ ઉત્સવનો લાભ ગ્રહણ કરે.

નોંધ:- ભોજન પ્રસાદી ના પાસ મર્યાદિત હોવાથી વેહલી તકે મંદિર કાર્યાલય થી પ્રાપ્ત કરી લેવા.


સ્થળ:
શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જયુબિલી બાગ,. વડોદરા

આયોજક:
શ્રી વેંકટેશ બાલાજી મંદિર ટ્રસ્ટ, વડોદરા

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular