[the_ad id="758"]

HomeUncategorizedશ્રી સમસ્ત પાંચ ગામ શ્રીમાળી સોની સમાજ, વડોદરા દ્વારા સતત નવમો -...

શ્રી સમસ્ત પાંચ ગામ શ્રીમાળી સોની સમાજ, વડોદરા દ્વારા સતત નવમો – સાંસ્કૃતિક કાર્યક્રમ, અમૃત મહોત્સવ, વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

આ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ સ્થાને અજયભાઈ કંચનલાલ સોની (સહ સંગઠન મંત્રી,શ્રી સમસ્ત પાંચ ગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા તેમજ શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના હાલનાં ડભોઇ મહાસ્મિતી સભ્ય ) હાજર રહ્યા હતાં. સાથે નરેશભાઈ સન્મુખલાલ સોની સાંઢાસાલ વાળા (શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ પૂર્વ કારોબારી સભ્ય), ડભોઇ સોની સમાજનાં પ્રમુખ દક્ષેશભાઈ, ડભોઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજલબેન, તથા નારાયણભાઈ, પ્રણીતભાઈ, કિરણભાઈ, પુર્વપ્રમુખ પ્રવીણભાઈ અને હાલનાં ઉપપ્રમુખ વિપુલભાઈ, પાવીજેતપુર સમાજનાં દેવાંગભાઈ, બોડેલી સમાજનાં નિશાંતભાઈ ગોવિંદભાઈ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો સહ પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યકમમાં તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધી પ્રાપ્ત કરનાર બાળકોનું ટ્રોફી, સ્કૂલબેગ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વડીલ સન્માન સમારોહ (અમૃત મહોત્સવ) માં કુલ ૧૩ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રમુખશ્રી વિષ્ણુભાઈના લાલો સોંગ ડાન્સ દ્વારા સમાજનો લાલોનું બિરુદ પામેલાં પ્રમુખશ્રીના ડાન્સ અને મિમિક્રી નાટકે ધૂમ મચાવી હતી. આ સાથે આ સભાનું સંચાલન કલ્પેશભાઈ અને આશિષભાઈ (સરસ્વતી કલાસીસ ડભોઇવાળા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે સમાજ દ્વારા આપવામાં આવેલ રજતચંદ્રક (ચાંદીનાં મેડલના) દાતા કિરણભાઈ આર. સોની – ડભોઇવાળા અને સ્કૂલબેગના દાતા પ્રવીણભાઈ પ્રેમાનંદ સોની પરિવાર – ડભોઇવાળાનો સહયોગ પ્રાપ્ત થયો હતો.


આ પ્રસંગને પ્રમુખશ્રી, ઉપપ્રમુખ, કારોબારી અને કન્વીનર કાર્યકર્તાઓની સંયુક્ત ટીમ દ્વારા સફળ બનાવવા માટે સૌએ છેલ્લાં એક મહિનાથી ભારે જહેમત ઉઠાવી હતી અને આ પ્રસંગ ને સફળ બનાવવા માટે સૌ જ્ઞાતિજનોની ઉપસ્થિતિએ ચાર ચાંદ લગાવી દીધાં હતાં. આ કાર્યક્રમમાં નામી અનામી સમાજનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયાં હતાં તે સૌનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Oplus_131072
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular