
તમારો આધાર નંબર માત્ર ઓળખનો પુરાવો છે.પણ જ્યારે PAN કાર્ડ એ નાણાકીય વ્યવહારો માટેનો ઓળખ દસ્તાવેજ છે. આ બંને દસ્તાવેજો એકબીજા સાથે જોડાયેલા હોય તે અનિવાર્ય છે. 31 ડિસેમ્બર 2025 એ આધાર અને PAN ને લિંક કરવાની અંતિમ તારીખ છે. જો તમે આ સમયમર્યાદા ચૂકી જશો. તો આગામી વર્ષમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જેમણે નવા PAN કાર્ડ માટે અરજી કરી છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે અરજી પ્રક્રિયા દરમિયાન જ તેમનું PAN અને આધાર સ્વયંસંચાલિત રીતે લિંક થઈ જાય છે. પરંતુ, જેમણે વર્ષો પહેલાં PAN અને આધાર મેળવ્યા છે તેમણે આ બંનેને લિંક કરવા પડશે. જો PAN અને આધાર લિંક કરવામાં નહીં આવે તો સૌથી મોટી સમસ્યા એ ઊભી થશે કે તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. ત્યારબાદ આવકવેરાથી લઈને બૅન્કિંગ અને અન્ય નાણાકીય વ્યવહારોમાં તમને અગવડ પડશે. તમે નિર્ધારિત તારીખ પછી પણ PAN અને આધાર લિંક કરાવી શકશો. પરંતુ તે માટે નિયત ફી ભરવી પડશે.


