
ડભોઇ- દર્ભાવતી નગરી ખાતે રાજયથ દીક્ષા મહોત્સવ અંતર્ગત મુંબઈમાં રહેતા ડભોઇના પત્ની સુભાષભાઈ શાહ દીક્ષા ગ્રહણ કરવાના હોવાથી આનંદ અને ઉત્સાહનું ભક્તિ સભર વાતાવરણ જૈન સંપ્રદાય અને ડભોઇ નગરમાં જોવા મળી રહ્યું છે જે અંતર્ગત વહેલી પરોઢે ડભોઇ દશાલાડ સમાજના અગ્રણી મુક સેવક પિયુષભાઈ પારેખ ના ગૃહેપરમ પૂજ્ય ભદ્ર સૂરીશ્વરજી મહારાજ શ્રી, દીક્ષા લેનાર સુભાષભાઈ શાહ નું આન બાન શાન સાથે રંગારંગ સ્વાગત કરાયું..
વિડિયો જોવા માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇👇
જૈન મુનિ શ્રી તીર્થ ભદ્ર સૂરીશ્વરજી મહારાજે ઉપસ્થિત સૌને આશીર્વાદ આપતા જણાવ્યું કે સાચા અર્થમાં સુખી થવું હોય તો જીવનમાં ત્યાગની ભાવના કેળવો. અને સાદગી પૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપીને વધુ પડતા આજના યુગમાં ટેકનોલોજી સાધન સામગ્રીનો ઉપયોગ એ દુઃખનું કારણ જોવા મળી રહ્યું છે.



એ ભક્તિ દ્વારા સારા કર્મ અને આત્મસિધ્ધિના માર્ગે આગળ વધવા સૌને પ્રેરિત કર્યા. પિયુષભાઈ પરીખ પરિવાર દ્વારા મહારાજ શ્રી નું અને દીક્ષાર્થી સુભાષભાઈ શાહ માલ્યાપણૅ વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. આમ પિયુષ ભાઈને ત્યાંથી સુભાષભાઈ સાહેબ ડભોઇ નગરમાં પ્રવેશ કર્યો જ્યાં ટાવર ખાતે રાજુભાઈ લીંક સ્થળ દ્વારા ની દુકાને સામૈયા સ્વરૂપે પ્રવેશ કર્યો હતો. જૈન સમાજ અન્ય સમાજના લોકોએ જૈન મુનિ મહારાજ શ્રી નું અને દીક્ષાર્થી સુભાષભાઈ શાહ ઠેર ઠેર સ્વાગત કરતા ડભોઇ નગર ભક્તિના વાતાવરણમાં ફેરવાયું હતું





