
ડભોઇ – દર્ભાવતી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને શહેરની રોનક વધે તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીની સીઘી સુચના અને માર્ગદર્શન હેઠળ અવારનવાર મૌખિક સુચનાઓ દ્રારા તેમજ પ્રસાર – પ્રસારનાં માધ્યમો દ્વારા નગરજનોને તાકીદ કરતી કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે.
સંપૂર્ણ વિડિયો નિહાળવા માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇👇👇


તેમ છતાં કેટલાક નાગરિકો અને વેપારીઓ નગરપાલિકાની આ સૂચનાઓની અવગણના કરી જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા હોવાનું સતત સામે આવી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ છે.
નગરપાલિકાનાં પ્રમુખ બિરેન શાહે સ્વચ્છતા મુદ્દે કડક વલણ દાખવતાં ગતરાત્રિના સમયે જાતે હાજર રહી ડભોઈના રેણાંક વિસ્તારમાં ગંદકી કરતા દર્શન હોટલના કર્મચારીઓને શિનોર રોડ ઉપર આવેલ યુનિટી હોસ્પિટલ પાસે કચરો ઠાલવતાંરંગે હાથે ઝડપી લીધાં હતાં. તપાસમાં ખુલાસો થયો કે ડભોઇ શહેરમાં ફરતીકૂઈ પાસે આવેલી દર્શન હોટલના સ્ટાફ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. મજાની વાત તો એ છે કે,


આ હોટલ ફરતીકૂઈ પાસે આવેલી છે પણ તેનાં કર્મચારીઓ છેક શિનોર ચોકડી પાસે આવેલી યુનિટી હોસ્પિટલની નજીક આ કચરો ઠાલવી જાહેરમાં ગંદકી કરી રહયાં હતાં. ડભોઈ શહેરમાં રહેણાંક તથા બિન રહેણાંક વિસ્તારોમાં, લારીઓ, દુકાનો અને કેબીનમાંથી નીકળતો ગંદો કચરો ગેરકાયદેસર રીતે જાહેરમાં ફેંકવામાં આવી રહ્યો છે જેથી પાલિકા તંત્ર એ આવાં ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર કૃત્ય બદલ ડભોઇ નગરપાલિકાનાં સેનેટરી ઇન્સ્પેક્ટર હીનાબેન રાઠવા, ભાવિશાબેન, મહેશભાઈ વસાવા તથા સ્ટાફની હાજરીમાં હોટેલ દર્શન, ફરતીકુઇ – ડભોઇના સંચાલક હસન અબ્બાસ ઇસ્માઇલભાઈ ભુરણીયા સામે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 1963 ની કલમ નં. 183, 192, 193 અને 195 હેઠળ કાર્યવાહી કરી રૂપિયા 15,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકા તંત્ર એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં જો આવાં કૃત્યો કરતાં ઈસમોમાં સુધારો નહીં થાય તો સંબંધિતો સામે વધુ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા તંત્રની કડક કાર્યવાહી ને પરિણામે જાહેરમાં ગંદકી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દશૅન હોટલના સંચાલકો સરકારના નિયમોનું પણ પાલન ન કરતા અગાઉ પણ વિવાદમાં આવી હતી અને આજ હોટલને સીલ કરી દેવામાં આવી હતી.હોટલના સંચાલકો પોતાની મનમાની ચલાવવાનું યથાવત રાખતા ફરી વિવાદમાં સપડાઈ.

