
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં માનવસેવાલક્ષી ‘આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ’નું ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ Swaminarayan Gadi Trust Vadtal (એસવીજી) દ્વારા Dhvani Blood Centre Vadodara ના સહયોગથી યોજાયો હતો.ભગવાન Swaminarayan દ્વારા ધોલેરામાં શ્રી મદનમોહનજી મહારાજની પ્રતિષ્ઠા સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે પ.પૂ.સ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી દેશ-વિદેશમાં વિવિધ ધાર્મિક તેમજ માનવસેવા આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં આ મહારક્તદાન કેમ્પ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારે સવારે ૭:૩૦ કલાકેથી શરૂ થયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવાનો, વરિષ્ઠ નાગરિકો તેમજ મહિલાઓએ પણ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમાચારનો સંપૂર્ણ વિડિયો નિહાળવા માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇👇


રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના જીવનરક્ષણમાં સહાયરૂપ થવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ મહારક્તદાન કેમ્પ રાજ્યભરના સુરત, વલસાડ, નવસારી, બારડોલી, અંકલેશ્વર, નર્મદા, ભરૂચ, વડોદરા, ગોધરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓ ઉપરાંત મુંબઈ અને પૂના જેવા મહાનગરોમાં પણ એક જ તારીખે અને એક જ સમયે યોજાયો હતો. આ વિશાળ આયોજન દ્વારા સામૂહિકતા, સમર્પણ અને માનવસેવાની ભાવનાનું પ્રેરણાદાયી દૃશ્ય સમાજ સમક્ષ રજૂ થયું હતું.કેમ્પ દરમિયાન રક્તદાતાઓ માટે આરોગ્ય ચકાસણી, સ્વચ્છતા, સુવિધાજનક વ્યવસ્થા તેમજ ભોજન-નાસ્તાની વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી હતી. આયોજકો, સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકોની અથાગ મહેનતથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.કાર્યક્રમને સફળ બનાવવામાં કાયાવરોહણના હરિભક્તો ઘનશ્યામભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, ધર્મેશભાઈ, પિયુષભાઈ પટેલ સહિતના સેવાભાવી કાર્યકરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.આ મહારક્તદાન કેમ્પ માનવસેવાની ભાવનાને મજબૂત બનાવતો પ્રેરણાસ્પદ પ્રયાસ સાબિત થયો છે.


