
યુનિટી યુથ ફાઉન્ડેશન, વડોદરા દ્વારા વડોદરા ના સૌથી મોટા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ ને એક ટાઇમ વિનામૂલ્યે ભોજન દાતાઓ અને સ્પોન્સર વતી આપવામાં આવે છે લોકો પોતાનો કે પોતાના સંતાનોના જન્મ દિવસ કે શુભ પ્રસંગ કે પોતાના પિતૃઓ ના પુણ્યાર્થે યુનિટી યુથ ફાઉન્ડેશન સાથે જોડાઈ ને ભૂખ્યા ને ભોજન ની સેવામાં જોડાય છે. આજ રોજ ચિરાગભાઈ કડકિયા નો જન્મદિવસ હતો અને ચિરાગભાઈ એ પોતાના પરિવાર સાથે એસ એસ જી હોસ્પિટલમાં માં યુનિટી યુથ ફાઉન્ડેશન ના પ્રમુખ સાજિદભાઈ પઠાણ અને તેમની ટીમ સાથે પહોંચ્યા હતા અને ગરીબ દર્દીઓના સગાઓ વચ્ચે કેક કાપી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.અને ઉપર મુજબ જણાવી ને ભુખ્યા ને ભોજન આપવા ની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા યુનિટી યુથ ફાઉન્ડેશન ના પ્રવૃત્તિ ને ધર્મ, સંસ્કૃતિ અને માનવતા નું કાર્ય ગણાવી ને યુનિટી યુથ ફાઉન્ડેશન ના પ્રમુખ સાજિદ પઠાણે અને તેમની ટીમ ને અભિનંદન સાથે બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે યુનિટી યુથ ફાઉન્ડેશન દાતાઓના સહયોગ થી અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારો માં શિક્ષણ, તબીબી સેવાઓ અને જીવન ના ઉત્કર્ષ માટે વૈવિધ્યપૂર્ણ સેવા કર્યો માં પણ સુંદર યોગદાન આપી રહી છે તાજેતર માં આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર ખાતે વિધાર્થીનીઓ માટે યોજાયેલ કરાટે સ્પર્ધા માં પણ નાસ્તો ,પાણી અને ભોજન ની વ્યવસ્થા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી આજના ભુખ્યા ને ભોજન એક્ટિવિટી ના દાતા ચિરાગભાઈ કડકિયા તરફ થી સયાજી હોસ્પિટલ વડોદરા માં દર્દીઓ ના સગાઓ ને પૂરી,શાક,દાળ ભાત અને બુંદી નું ભોજન કરાવડાવ્યું હતું.આ પ્રસંગે હેમંતભાઈ ઇન્દોરી,ગૌતમભાઈ કંદોઈ અને સાજીદ પઠાણ હાજર રહ્યા હતા


