
છોટે કાકરોલી ગણાતા હાલોલ ખાતે કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંતકુમારજીના સાનિધ્યમાં ફુલ ફાગ રે હોળી રે રસિયા નો રંગ કાર્યક્રમ શ્રીમાળી સોની સમાજ દ્વારા સુંદર આયોજન કરાયું હતું. પૂજ્ય શ્રી એ ફુલ ફાગ અને રશિયાનું મહત્વ વચનામૃત દ્વારા જણાવીને તેરે લાલા ને રંગ ડાલા તેરે લાલાને રંગ ડાલા એમ વૈષ્ણવો ઉપર ફૂલોની વર્ષા વરસાવીને વૈષ્ણવ નાચી ઝુમી ઉઠ્યા એટલું જ નહીં બહેનો હાથમાં દંડા લઈને વ્રજની લઠમાર હોળીની જેમ લઠમાર જેમ રશિયા મય બન્યા હતા. રમઝટ બોલાવીને યુવકો યુવતીઓ વૈષ્ણવો નાચી ઝૂમે ઉઠ્યા અને હાલોલ ની પાવન ધરતી નંદગાવ બરસાન ધામ મા પૂજ્ય શ્રી વેદાંતકુમારજી મહોદય શ્રી ની ઉપસ્થિતિ ને પગલે વ્રજભૂમિ જેવો માહોલ સર્જાયો હતો.

