[the_ad id="758"]

Homeकारोबारછોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નસવાડીના બગલીયા ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:...

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નસવાડીના બગલીયા ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: રૂ. 12.15 લાખનો મુદ્દામાલ કબ્જે

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના બગલીયા ગામે દારૂ બંધી કાયદા અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે દુકાન તેમજ મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. કુલ કિંમત રૂ. 12,15,557/- હોવાનું જાણવા મળ્યું છે.ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દારૂ બંધી કાયદાનો કડક અમલ થાય તે માટે જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનો અને શાખા ઇન્ચાર્જને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફ નસવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતા ત્યારે બગલીયા ગામના સીમોડા ફળિયામાં રહેતા ગુલસીંગભાઈ સેલીયાભાઈ ડું.ભીલના કબ્જા હેઠળની દુકાન અને મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ 6064 નંગ બોટલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.આ મુદ્દામાલ અંગે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફરાર ઇસમગુલસીંગભાઈ સેલીયાભાઈ ડું.ભીલ, રહે. બગલીયા સીમોડા ફળીયુ, તા. નસવાડી, જી. છોટાઉદેપુર.ને ઝડપી પાડ્યાની તજવીજ હાથ ધરી છે

.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular