[the_ad id="758"]

Homeकारोबारગેસ સિલિન્ડરમા સર્જાયેલી ખામીના કારણે આગ ફેલાતા નાસભાગ મચી - સદનસીબે મોટી...

ગેસ સિલિન્ડરમા સર્જાયેલી ખામીના કારણે આગ ફેલાતા નાસભાગ મચી – સદનસીબે મોટી હોનારત ટળી

( ડભોઇનાં લાલબજાર વિસ્તારમાં આવેલ શિવશક્તિ હોટલમાં)

ડભોઈ નગરના સૌથી વ્યસ્ત ગણાતા લાલબજાર વિસ્તારમાં આવેલી શિવશક્તિ હોટલમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસનાં સિલિન્ડરમાં સર્જાયેલી ખામીને કારણે લાગેલી આ આગ માં ગ્રાહકોના જીવ તાળવે ચોંટ્યા હતા.આકસ્મિક આગ ફેલાઈ હતી. હોટલમાં રોજની જેમ ગ્રાહકોની અવરજવર હતી. ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં ટેકનિકલ ખામી સર્જાતા આગ લાગી હતી. આગની જ્વાળાઓ જોઈને હોટલમાં બેઠેલા ગ્રાહકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો. લાલ બજાર જેવા ભરચક વિસ્તાર હોવાથી આગના સમાચાર વાયુવેગે ફેલાયા હતા, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ અને નાસભાગ જોવા મળી હતી

સ્થાનિકોની સતર્કતાથી ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ હિંમત બતાવી હતી. હોટલમાં રહેલા ફાયર સેફ્ટીના બોટલો (અગ્નિશામક યંત્રો) નો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતો. સદનસીબે સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.

ગંભીર સવાલો અને તપાસની માંગ લોક ચર્ચામાં છે.

​આ ઘટનાએ તંત્રની કામગીરી અને હોટલ સંચાલકોની બેદરકારી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.સિલિન્ડરનો પ્રકાર કયો હતો ? હોટલમાંથી આગ લાગેલી હાલતમાં બે બોટલ મળી આવ્યા છે. શું આ કોમર્શિયલ સિલિન્ડર હતા કે ઘરેલુ !!જો નિયમ વિરુદ્ધના સિલિન્ડર વપરાતા હોય તો તેની તપાસ કોણ કરશે ?
​જવાબદારી કોની ? લાલબજાર જેવી સાંકડી અને ભીડ ભાડ વાળી જગ્યાએ જો મોટી હોનારત થઈ હોત અને જાનહાનિ થઈ હોત, તો તેનો જવાબદાર કોણ, શું તંત્રની નિષ્ક્રિયતા ? શું જવાબદાર અધિકારીઓ દ્વારા હોટલોમાં ફાયર સેફ્ટી અને ગેસ
કનેક્શનનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે ? કે પછી માત્ર દુર્ઘટનાની રાહ જોવામાં આવતી હોય છે ? સ્થાનિકોની જાગૃતિને કારણે આજે મોટી જાન હાનિ ટળી છે, પરંતુ ડભોઈની અનેક હોટલો, હાટડીઓ ,લારીઓમાં ચાલતી લાલિયાવાડી સામે કડક તપાસ થાય તે અત્યંત જરૂરી છે.

ન્યુઝ પેપરમાં ખાઘચીજ વસ્તુઓનું પેકિંગ

પ્રવતૅમાન સરકાર દ્વારા ખાદ્યચીજોને ન્યુઝ પેપરમાં પેક કરીને આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે છતાં પણ ડભોઇ નગરમાં કેટલાક વેપારીઓ દ્વારા હાલ પણ ન્યુઝ પેપરનો ખાદ્યચીજો પેક કરવામાં આવી રહ્યો છે.આવા વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તો શું જવાબ અધિકારીઓ આ બાબતે પણ તપાસ કરશે? કે પછી આંખ આડા કાન ?

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular