[the_ad id="758"]

Homeकारोबारડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબિશન હેઠળ ₹5.39 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક...

ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબિશન હેઠળ ₹5.39 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ઝડપાયો

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ડભોઇ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહીબિશનનો કેસ નોંધ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સફેદ રંગની મારુતી સુઝુકી બ્રેઝા (રજી. નં. GJ-34-B-9154) ગાડીમાં સંખેડા-હાંડોદ તરફથી ડભોઇ મારફતે વડોદરા તરફ દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી.

ત્યારબાદ ડભોઇ સરીતા બ્રિજ નજીક જી.ઈ.બી. ઓફિસ સામે વોચ ગોઠવી ગાડી રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લા.ના ક્વાર્ટર તથા બિયર ટીન મળી કુલ 753 નંગનો જથ્થો, એક મોબાઇલ ફોન અને ગાડી સહિત કુલ રૂ. 5,39,418નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં માલપુર નીશાળ ફળીયું, તા. સંખેડા, જી. છોટાઉદેપુરના રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ બારીયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગુંડેર, તા. સંખેડાના નરેશભાઈ બારીયા ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડા તથા તેમની ટીમે સફળ કામગીરી અંજામ આપી આગળની તપાસ હાથ ધરી છે.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“border”:1,”transform”:2},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular