[the_ad id="758"]

Homeकारोबारડભોઇમાં હોળી પર્વની ભવ્ય અને અનોખી ઉજવણી: 18 ફૂટની ફોમ હોલિકા આકર્ષણનું...

ડભોઇમાં હોળી પર્વની ભવ્ય અને અનોખી ઉજવણી: 18 ફૂટની ફોમ હોલિકા આકર્ષણનું કેન્દ્ર

મહાલક્ષ્મી ચોક ખાતે યોજાયેલ વૈદિક હોલી

વડોદરા જિલ્લામાં આવેલ ડભોઇ પંથકમાં હોળી પર્વની ઉત્સાહભેર અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે તાલુકા તથા નગરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ડભોઇ નગરમાં મહાલક્ષ્મી માતાના મંદિર નજીક દર વર્ષે અલગ થીમ આધારિત હોલિકા તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે 18 ફૂટ ઊંચી ફોમથી બનેલી ભવ્ય હોલિકા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. નેચરલ દ્રશ્યોના સર્જન સાથે સમગ્ર સ્થળે પૌરાણિક વાતાવરણ જીવંત બન્યું હતું, જેને નિહાળવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સોની ફળિયા ખાતે રંગબેરંગી રંગોળી ડિઝાઇન કરીને વૈદિક હોલી પૂજન
સોની ફળિયા સહિત નગરના વિવિધ વિસ્તારોમાં રંગોળી સજાવી હોલિકાનું વૈદિક વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી, જેના કારણે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નગરના અગ્રણી નાગરિકો, સમાજના આગેવાનો અને ભાવિક ભક્તોની વિશાળ હાજરી નોંધાઈ હતી.


સંસ્કારી નગરી તરીકે ઓળખાતું ડભોઇ દરેક તહેવાર ભાઈચારા, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવે છે. હોળી પર્વની આ અનોખી અને ભવ્ય ઉજવણીએ નગરની ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને એકતાને વધુ ઉજાગર કરી, જે નગરવાસીઓ માટે ગૌરવનો વિષય બની રહી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular