
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ , વ્રજ સમાન, સુખધામ હવેલી ખાતે પૂ શ્રી ડો વાગીશ કુમારજી મહારાજ શ્રી મંગલમય ઉપસ્થિતિમાં હોળી પ્રદીપ્ન સવારના હવેલીના પ્રાંગણમાં હવેલીના મુખ્યાજીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજા વિધિ કરીને હોળી નું પ્રાગ્ટ્ય કરાયું , વૈષ્ણવો હાથમાં નાની, ચણા, અને જલ રેડીને પ્રદક્ષિણા કરી ભક્તિમાં રસ તરબોળ જોવા મળ્યા.ત્યારબાદ મંગલામાં શ્રીજીના અલૌકિક દર્શન યોજાયા જેમાં ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.


બપોરના 12-00 કલાકે પ્રભુના ડોલોત્સવ ના અલૌકિક દર્શનમાં મૉ યમુનાજી , પ્રભુ શ્રી દ્વારકાધીશ, પ્રભુ શ્રી ગોવર્ધનનાથજી એક જ સ્થાન ઉપર બિરાજમાન કરીને ચાર ખેલના ડોલના અલૌકિક દર્શન પૂ શ્રી ડો વાગીશ કુમારજી મહારાજ શ્રી એ ડફ વગાડીને કીર્તનકારો દ્વારા કાનહા પિચકારી મત માર મેરે ઘર સાંસ લડેગી,કુંજન મે હોળી લાલા કુંજન મે હોળી, તેરે લાલા ને રંગ ડાલા તેરે લાલા ને રંગ ડાલા , જેવા વ્રજના મધુર રશિયા દ્વારા સુખધામ હવેલી નંદગામ બરસાના ધામમાં ફેરવાયું હતું. અબીલ ગુલાલ ને બદલે ફૂલો દ્વારા એકબીજા ઉપર ફૂલો નાખીને તું રંગાઈ જાને રંગમાં એમ હાથમાં હાથ તાળી આપી હૈયે હૈયા મિલાવી હોળી ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા .

ડોલોત્સવ ના અલૌકિક દર્શનમાં પૂજ્ય શ્રી ના કરકમલો દ્વારા શ્રીજી ની આરતી ઉતારવામાં આવી હતી શહેરની ચારે દિશા માંથી સુખધામ નહિ ગયા તો કહી ભી નહી ગયા એમ ખૂબ વિશાળ જન સંખ્યામાં વૈષ્ણવોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું અને વ્રજના નૃત્યાંગન કરીને ભક્તિમાં રસ તરબોળ જોવા મળ્યા. અને પૂજ્ય સકલ વૈષ્ણવ સૃષ્ટિને હોળી ડોલોત્સવ પર્વના શુભ આશીર્વાદ આપ્યા હતા. ગરમીમાં ગોપાલભાઈ ચોબાજી દ્વારા લીંબુપાણીની સુંદર વ્યવસ્થા વૈષ્ણવ માટે કરવામાં આવી હતી. એક યાદગાર હોળી ડોલોત્સવ ની ઉજવણી જોવા મળી

