[the_ad id="758"]

Homeकारोबारછોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા અસ્થિર મગજના ગુમ થયેલ બાળકને પરિવાર સાથે સફળ...

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા અસ્થિર મગજના ગુમ થયેલ બાળકને પરિવાર સાથે સફળ મેળાપ

જામલા ગામના ખોસ ફળીયા વિસ્તારમાંથી ગુમ થયેલ માનસિક રીતે અસ્થિર ૧૭ વર્ષીય વિકેશભાઈ બકાભાઈ નાયકા ને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની સતર્ક કામગીરીના પરિણામે તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે મેળાપ કરાવવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, બકાભાઈ ફતુભાઈ નાયકાના પુત્ર વિકેશભાઈ શનિવારે વહેલી સવારે આશરે ચાર વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા.

બાદમાં તેઓ તેજગઢ સીમલ ફળીયા વિસ્તારમાં જોવા મળ્યા હતા. ૧૧૨ ઇમરજન્સી કોલ મળતા પોલીસ દ્વારા યુવકને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિકેશભાઈ માનસિક રીતે અસ્થિર હોવાના કારણે પોતાનું કે પોતાના માતા-પિતાનું નામ અને સરનામું જણાવી શકતા ન હતા. જેના પગલે પોલીસ દ્વારા આસપાસના ગામોમાં ગુમ થયેલા બાળક અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. બીટ સ્ટાફ, ઓપી અને સર્વેલન્સ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના સરપંચોનો સંપર્ક કરી તેમજ વોટ્સએપ ગ્રુપમાં યુવકનો ફોટો મોકલી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. માનવ સૂત્રોના આધારે થયેલી તપાસમાં યુવક જામલા ખોસ ફળીયા વિસ્તારનો હોવાની ઓળખ થયા બાદ તેમના વાલી-વારસોને શોધી કાઢવામાં આવ્યા અને બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવ્યો હતો.છોટાઉદેપુર પોલીસની આ કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular