[the_ad id="758"]

HomeUncategorizedડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન ‘પરાક્રમ’ અંતર્ગત વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક...

ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન ‘પરાક્રમ’ અંતર્ગત વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ફરાર

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત ડભોઈ પોલીસને મોટી સફળતા મળી છે. હોળી-ધુળેટી તહેવારને ધ્યાનમાં રાખી પ્રોહીબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.બાતમીના આધારે ડભોઈ પોલીસે થુવાવી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન સફેદ રંગની મહિન્દ્રા XUV 500 (રજી. નં. GJ-06-LK-7895) ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,

પરંતુ ચાલકે ગાડી ન રોકતા પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો. કાયાવરોહણ-ખાનપુરા રોડ ઉપર ગાડી મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ગાડીની તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કુલ 1808 બોટલ, ક્વાર્ટર અને બીયર ટીન મળીને અંદાજિત કિંમત રૂ. 6,60,184 નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ગાડીની કિંમત રૂ. 4,50,000 ગણતા કુલ રૂ. 11,10,184 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.સમગ્ર કામગીરીમાં પી.આઈ જે.એમ ચાવડા સહિત સ્ટાફને સફળતા મળી હતી.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular