[the_ad id="758"]

Homeकारोबार૩૧ માર્ચે SBI, તિજોરી અને પેટા તિજોરી કચેરીઓ રાત્રે ૧૨ વાગ્યા સુધી...

૩૧ માર્ચે SBI, તિજોરી અને પેટા તિજોરી કચેરીઓ રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રહેશે

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંતિમ દિવસે સરકારી બીલો અને ચેકોના વ્યવહારો સરળતાથી પૂર્ણ થઈ શકે અને મંજૂર થયેલી ગ્રાન્ટ લેપ્સ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર વડોદરાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Oplus_131072

ગુજરાત તિજોરી નિયમ-૨૦૦૦ના નિયમ-૩૦૫ હેઠળ મળેલ સત્તાના આધારે તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, માંડવી શાખા સહિત વડોદરા જિલ્લાની તમામ SBI શાખાઓ, જિલ્લા તિજોરી કચેરી અને તમામ પેટા તિજોરી કચેરીઓ રાત્રે ૧૨ વાગ્યા સુધી કાર્યરત રહેશે.
આ ઉપરાંત, સરકારી બીલો અને ચેકોની લેવડ-દેવડ કરતી અન્ય બેંકોને પણ તે દિવસે મધરાત સુધી કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. સંબંધિત તમામ વિભાગોને આ આદેશનો કડક અમલ કરવા જણાવ્યું છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular