
ચૂંટણીઓ પૂર્ણ થતાં જ સરકાર તરફથી સામાન્ય જનતા અને વેપારીઓ પર મોટો આર્થિક ઝાટકો આપવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એકસાથે ₹1000નો ભારે વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તેની કિંમત હવે સીધી ₹3000ને પાર પહોંચી ગઈ છે.આ વધારો ખાસ કરીને હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ, કેટરિંગ વ્યવસાય અને લગ્નની સીઝનમાં આયોજન કરનારાઓ માટે ભારે પડશે. બહાર જમવાનું શોખીન લોકો માટે પણ હવે ખિસ્સા પર વધુ ભાર પડશે.

માત્ર ભાવવધારો જ નહીં, ગેસ ડિલિવરી સિસ્ટમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચોરી અને સંગ્રહખોરી રોકવા માટે હવે OTP આધારિત ડિલિવરી ફરજિયાત બનાવાઈ છે. એટલે કે OTP વગર સિલિન્ડર મળશે નહીં. સાથે જ, ગ્રાહકો માટે આધાર ઈ-કેવાયસી કરાવવું પણ અનિવાર્ય કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી જનતામાં ભારે નારાજગી ફેલાઈ રહી છે અને લોકો આ વધારાને ‘ચૂંટણી બાદનો ઝાટકો’ ગણાવી રહ્યા છે.

