[the_ad id="758"]

HomeUncategorizedવિપો. વાડી શાખા દ્વારા શીતલ સદન અધિક મહોત્સવનું આયોજન

વિપો. વાડી શાખા દ્વારા શીતલ સદન અધિક મહોત્સવનું આયોજન

Oplus_131072

વડોદરા : અધિક માસ નિમિત્તે વૈષ્ણવ યુવા સંગઠન, વાડી વિ.પો. શાખા દ્વારા “શીતલ સદન અધિક મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય દ્વારકેશલાલ મહારાજશ્રી, પૂજ્ય આશ્રયકુમાર મહોદય તથા પૂજ્ય શ્રી શરણંમકુમાર મહોદયની પાવન ઉપસ્થિતિ રહેશે. મહોત્સવ અંતર્ગત વૈષ્ણવોના ગૃહે બિરાજતા વિવિધ સેવ્ય સ્વરૂપો એક જ સ્થળે બિરાજમાન કરવામાં આવશે, જેના દર્શનનો લાભ વૈષ્ણવજનોને પ્રાપ્ત થશે. આ કાર્યક્રમ તા. 8 જૂન, 2026ના રોજ બપોરે 4:00 કલાકે પ્રતાપનગર સ્થિત દાલીયા વાડી ખાતે યોજાશે. યજમાન માસિક બચત યોજનાના તમામ પદાધિકારીઓએ સકલ વૈષ્ણવ સમાજને સહપરિવાર ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

વધુ માહિતી માટે કન્વીનર પરેશભાઈ પટેલનો સંપર્ક કરવા જણાવાયું છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular