[the_ad id="758"]

HomeUncategorizedમુસાફરોમાં ગભરાટ ફેલાવે તેવાં દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ

મુસાફરોમાં ગભરાટ ફેલાવે તેવાં દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ

વડોદરા જિલ્લાના ડભોઇમાં શટલિયા રૂટ ઉપર ગેરકાયદે ફરતી ઇકો ગાડીનાં ચાલકો વચ્ચે છૂટાં હાથે ધોકાવાડી
વડોદરા જિલ્લામાં ડભોઈ એસ.ટી. ડેપો બહારથી જ ગેરકાયદેસર મુસાફરો ભરી શટલિયા ફેરા મારતાં બે ઇકો કાર ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. બે કાર ચાલકો વચ્ચે થયેલી મારામારીના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જાહેરમાં છુટ્ટા હાથે થયેલ આ મારામારી – ધોકાવાડીના વાયરલ થયેલાં વિડિયોના આધારે ડભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે, ડભોઈ એસ.ટી. ડેપો બહાર ગેરકાયદેસર રીતે માન્ય સંખ્યા કરતાં વધુ મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરી શટલીયા ફેરા મારતાં વાહનો અને તેનાં ચાલકો અડીંગો જમાવી રાખતાં હોય છે. તેવામાં આજરોજ બે ઇકો ચાલકો વચ્ચે મુસાફરો બેસાડવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. આ મારામારીમા અન્ય લોકો પણ હાથમાં જે વસ્તુઓ હાથ લાગી તેનાથી મારવાનું શરૂ કર્યું હતું. આ બનાવને પગલે નાસભાગ મચી ગઇ હતી. ડભોઇ એસ.ટી ડેપો બહાર પેસેંજર ભરવાની લાયમાં ઇકો ચાલકો અડિંગો જમાવી બેસતા હોય છે. બસોની પુરતી સુવિધાઓના અભાવે મુસાફરોને પોતાના ઘરે પહોંચવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જેનો ફાયદો ખાનગી વાહન ચાલકો ઉઠાવતાં હોય છે. આ ખાનગી વાહનો પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

એસ.ટી. ડેપો પાસે જયાં આ ઘટના બની તેની તદ્દન નજીક જ પોલીસ ચોકી આવેલી છે. જોકે , મારામારી બંધ થયા બાદ પોલીસ આવી પહોંચી હતી અને ટોળે વળેલા લોકોને વિખેરી નાખ્યાં હતાં. જોકે, મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમા આવી હતી. વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી અને બંને ઇકો ચાલકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ ડભોઇ નગરમાં ચકચાર જગાવી મૂકી હતી.

Oplus_0
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular