
જામનગરમાં એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ જામનગરના સુવરડા ગામ નજીક ફાઈટર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી જવા પામી હતી. સમગ્ર ઘટના બનતા ફાયર વિભાગની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જિલ્લા કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ પણ પણ ઘટના સ્થળે દોડી આવ્યા.

ધુમાડાના ગોટેગોટા છવાયા
જામનગરના સુવરડા ગામ નજીક ફાઈટર પ્લેન ક્રેશ થવાની ઘટના બનતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. તેમજ સ્થાનિક લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. સમગ્ર ઘટના બનતા જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઘટના અંગેની જાણકારી મેળવી રહ્યા છે.જાણવા મળતી માહિતી મુજબ આ પ્લેનમાં 2 પાયલટ સવાર હતા. પરંતુ હજી સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ત્યારે અનેક ટુકડામાં પ્લેનનો કાટમાળ જોવા મળ્યો છે. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી પ્લેન ક્રેશ થયું હોવાના કારણોની તપાસ શરૂ કરી છે.

