
પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો – તેજસ્વી વિદ્યાર્થીઓને રજતચંદ્રકો આપવામાં આવ્યાં
આજનાં યુગમાં બાળકોને જીવનમાં ઉચ્ચતમ સ્તરે પહોંચવા માટે શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.જેને અનુલક્ષીને ડભોઈ શ્રીમાળી સોની સમાજ પ્રેરિત શ્રી શ્રીમાળી સોની સમાજ શિક્ષણ સમિતિ, ડભોઈ દ્વારા આજરોજ ઝારોલાની વાડી ખાતે સાતમો પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો. જેમાં સમાજનાં બાળકોને વિવિધ ઈનામો, ચાંદીના મેડલો, સ્કુલ બેગો, લંચ બોક્સ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં સમાજના મુખ્ય આગેવાનો, કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિડિયો જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી સંપૂર્ણ વિડિયો નિહાળો ☝️☝️☝️☝️☝️☝️☝️

આ કાર્યક્રમમાં સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મહાનુભવોએ પોતાના વક્તવ્યમાં પોતાની જીવન ગાથાઓ વર્ણવી આજની નવયુવાન પેઢીને શિક્ષણની બાબતમાં પ્રોત્સાહિત કરી હતી અને તેઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. આ ઇનામ વિતરણ સમારંભનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, સમાજમાંથી નવયુવાન બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચે તેવા ઉમદા હેતુથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ડભોઇ શ્રીમાળી સોની સમાજ પ્રેરિત શિક્ષણ સમિતિ દ્રારા સમાજનાં બાળકોને સન્માનિત કરવામાં આવે છે.


ધોરણ ૧૦ અને ૧૨ ની જાહેર પરિક્ષામાં અને કોલેજ કક્ષાએ ઉચ્ચત્તમ સ્થાન મેળવનાર સોની સમાજનાં વિધાર્થીઓને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમાજનાં આ નવયુવાનો શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત બને તેવા પ્રયત્નો સતત કરવામાં આવી રહયાં છે. આજનાં આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તરીકે વડોદરા મહાનગર પાલિકાના મેયર પિન્કીબેન સોની, અજયભાઈ કંચનલાલ સોની – માનસી જવેલર્સ, વડોદરા, ( સભ્યશ્રી, અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ ), વિપુલકુમાર રમેશચંદ્ર સોની ( સભ્યશ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ), તેજલબેન દક્ષેશભાઈ સોની ( કારોબારી ચેરમેન, ડભોઈ નગરપાલિકા ), ડો. જયેશકુમાર સોની ( ઈપ્સા હોસ્પિટલ, બોડેલી ), વિપુલભાઈ પી. સોની ( પ્રમુખ, ડભોઈ શ્રીમાળી સોની સમાજ ), નગીનભાઈ એમ. સોની ( પ્રમુખ, શ્રીમાળી સોની સમાજ, વડોદરા શહેર ), ડો. શ્રેયા કરણકુમાર સોની, રાજવી બિજીતકુમાર સોની, કશીશ પ્રજ્ઞેશકુમાર સોની, મયુર જનકભાઈ સોની ખાસ ઉપસ્થિત રહયાં હતાં. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વડોદરા, બોડેલી, હાલોલ, જેતપુર પાવી સોની
સમાજનાં આગેવાનો – હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.


આ સમગ્ર રંગારંગ અને દૈદીપ્યમાન કાર્યક્રમમાં ડભોઈ સોની સમાજનાં વિવિધ હોદ્દેદારો અને શિક્ષણ સમિતિનાં વિવિધ હોદ્દેદારો, સૌ જ્ઞાતિજનો, વડિલો, આગેવાનો, વિધાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિજનોએ પ્રિતી ભોજનનો આનંદ માન્યો હતો.



